ઉમરગામના ડહેલી ખાતે ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ની ઉત્સાહભેર ઉજવણી

ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રોગ્રામ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ ઉમરગામ તાલુકાના ડહેલી સેજા અંતર્ગત આવતા ડહેલી ભંડારવાડા અને ડહેલી એકતાનગર આંગણવાડી કેન્દ્રો ખાતે ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીની સેવાઓ અને યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો તથા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધવાનો હતો.

ઉજવણીમાં વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, સ્થાનિક સરપંચ, બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), ગ્રામ પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ, મુખ્યસેવિકા તથા આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સીડીપીઓ (CDPO) શ્રી દ્વારા આંગણવાડીને લગતી વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત અને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે જ, આંગણવાડીની સેવાઓનો લાભ લેતા લાભાર્થીઓના હકારાત્મક પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) અને ટેક હોમ રાશન (THR) નું વિતરણ તથા તે અંગેની માર્ગદર્શક કામગીરી કરવામાં આવી હતી. બાળકોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ‘સ્વસ્થ બાળક’ સ્પર્ધા અંતર્ગત બાળકોને ફ્રૂટ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આંગણવાડી કેન્દ્રોમાં નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોની કામગીરીને બિરદાવી, તેઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!