ખેરગામમાં સાયબર ક્રાઈમ અંગે મહિલાઓને જાગૃત કરાઈ

ખેરગામ કુમારશાળામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ મહિલા સુરક્ષા સમિતિ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાયબર ક્રાઈમના ચિરાગ લાડ દ્વારા ઉપસ્થિત મહિલાઓને વોટ્સએપ,ફેસબુક સહિતની સોશ્યલ મીડિયાની સાઇટ ઉપર મુકવામાં આવતા ફોટાનો દુરુપયોગ કેવી રીતે થાય અને તેનાથી કેવી રીતે બચવું તે અંગેની જાણકારી આપવામાં આવી હતી.અને સોશ્યલ મીડિયાનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા તેમજ કોઈ પણ વ્યક્તિને પિન નંબર,ઓટીપી નંબર કે પાસવર્ડ આપવો નહિ ઓનલાઈન ખરીદી ઉપર થતી છેતરપીંડી સહિત સોશ્યલ મીડીયાથી થતા ગુનાઓ અંગે વિસ્તુત માહિતી આપી હતી.અને સોશ્યલ મિડિયાથી સાવધાન રહેવા પણ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં ખેરગામના ઇન્ચાર્જ પીએસઆઇ આર.જે ઠુમમર,ઇન્ચાર્જ સરપંચ કાર્તિકભાઈ પટેલ,ચીખલીના ક્વોરી એસોસિએશના પ્રમુખ સલીમભાઈ પટેલ,ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઇ ગાંધી,પીયૂષભાઈ,જગૃતિબેન,તારાબેન ખાંડવાલા,કીર્તિભાઈ સોલંકી,મુસ્તાનભાઈ,તર્પણબેન સહિત મોટી સંખ્યમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!