વલસાડના તિથલ સ્થિત સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા શાળામાં યોગ શિબિર યોજાઈ: બાળકોને પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવી તેના લાભ વિશે માહિતી અપાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ” વિશ્વ યોગ દિવસ- ૨૦૨૬ ” ના ભાગ રૂપે આ યોગ દિવસની થીમ ” yoga for healthy Ageing” ને અનુલક્ષીને ભારત સરકારના આયુષ મંત્રાલયના ૧૦૦ દિવસ યોગાના ઉજવણીના ભાગ રૂપે સરકારી આયુર્વેદ દવાખાના તિથલના મેડિકલ ઓફિસર ડૉ. ધર્મિષ્ઠા પટેલ દ્વારા ગોદાવરીબા માધ્યમિક શાળા તિથલ ખાતે યોગ શિબિરનું આયોજન તા.૧૬/૦૬/૨૬ મંગળવારના રોજ સવારે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્યશ્રી યોગેન્દ્રભાઈ ચૌહાણ તથા ડૉ. ધર્મિષ્ઠા પટેલે બાળકોને યોગ વિશે માહિતી આપી ત્યારબાદ યોગ ટ્રેનર મનીષભાઈ પટેલ દ્વારા પ્રોટોકોલ અનુસારના વિવિધ આસનો, પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.

અનુલોમ વિલોમ, ભ્રામરી જેવા પ્રાણાયામ કરાવી એના લાભ વિશે માહીતિ આપવામાં આવી હતી. શાળાના શિક્ષક ગણે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફાર્માસિસ્ટ દીપિકા પટેલ તથા સેવક ચૈતાલી બરોડિયા દ્વારા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!