ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ ના ૧૨ વર્ષની આ અવિરત યાત્રા આજે દેશના ખૂણે-ખૂણાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. ત્યારે જનકલ્યાણના સંકલ્પને સાકાર કરતી જનકલ્યાણ શિબિર ધરમપુરના હનમતમાળ ગામ ખાતે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે, લાભાર્થીઓની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ થાય અને નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો લાભ લઈ રહ્યા છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ તમામ અધિકારીઓ, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ તથા ઉપસ્થિત નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. “સેવા, સુશાસન અને જનકલ્યાણ”ના મંત્ર સાથે લોકોના હિત માટે અમારી પ્રતિબદ્ધતા સતત યથાવત રહેશે.
