વલસાડના ગુંદલાવમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના ગુંદલાવ આંગણવાડી કેન્દ્રનો આંગણ મિલન સેવા કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, સંગઠન મહિલા મોરચાના અધ્યક્ષ પ્રવિણાબેન પટેલ, બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, PSE ઇન્સ્ટ્રકટર, ઉપ સરપંચ, ગ્રામપંચાયત સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર, તેડાગર અને બાળકો હાજર રહ્યા હતા.

કહાની બદલાવ કી અંતર્ગત લાભાર્થીઓએ પોતાની કહાની રજૂ કરી હતી. બાળકોને સુખડી અને ફળ વિતરણ કરવામાં આવ્યા હતા.

પોષણ ચેમ્પિયન બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા કાર્યકર બહેનોને સન્માન પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!