ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત – જન સેવા અભિયાન અંતર્ગત આંગણ મિલન સેવા કાર્યક્રમનો રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનાં વરદ હસ્તે છીરી ખાતે આવેલા રામનગરની આંગણવાડી કેન્દ્રથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ એ છીરીની રામનગર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ લાભાર્થીઓ સાથે યોજનાકીય સંવાદ કરી બાળકોને સુખડી તથા ફળનું વિતરણ કર્યુ હતું. બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ કરવવામાં આવી હતી. પ્રશંસનીય સેવા બજાવનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં વાપી મનપાના ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન સતીષભાઈ પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ, વાપી મનપાના પ્રભારી ભરત જાદવ, છીરીના માજી સરપંચ નુરૂભાઈ ચૌધરી, ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર કિરણસિંહ રણા અને વાપી મનપાના આઈસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર નિલમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
