ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા એપ્રોચ રોડ પર માર્ગમાં પડેલા ખાડાઓ તથા વરસાદી નુકસાનને તાત્કાલિક ધોરણે દૂર કરવા વલસાડ (મા.મ.) વિભાગ (રાજ્ય) દ્વારા ઇકોફિક્સ (Ecofix) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કામગીરી પૂર્ણ થતાં માર્ગની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે, વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બન્યો છે તેમજ સ્થાનિક નાગરિકો અને માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને અવરજવરમાં નોંધપાત્ર રાહત મળી છે.
