ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં આવેલા પુરના કારણે નગરપાલિકા વિસ્તારના દાણા બજારમાં ભારે નુકશાન થયું હતું. કલેકટર શ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા સડેલા અનાજનો જથ્થો દુર કરવા યુધ્ધના ધોરણે સફાઇ અભિયાન હાથ ધરાયુ છે.

આ સફાઇ અભિયાનમાં પારડી અને ધરમપુર નગરપાલિકા પણ જોડાઇ છે. ટ્રકો, ટ્રેકટરો જેસીબીનો કાફલો ઉતારી સફાઇ અભિયાનને વધુ તેજ બનાવ્યું છે. સફાઇ અભિયાન પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહયું છે. શહેરમાં કોઇ રોગચાળો કે ગંદકી ન ફેલાઇ તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે.
