માર્ગ અને મકાન(રાજ્ય) વિભાગ, વલસાડની ત્વરિત કામગીરીથી ૩૩ વાહનવ્યવહાર પૂર્વવત: ૧૫ ઇમરજન્સી ટીમો, ૨૧ જે.સી.બી., ૯ ટ્રેક્ટર અને ૧૨૦ થી વધુ શ્રમિકો સતત કાર્યરત: ભૂસ્ખલન, રસ્તા પર પડેલા વૃક્ષો અને પાણીના ભરાવાને દૂર કરવા ૨૪ કલાક કામગીરી ચાલુ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ- વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસ થી પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, તેમજ ધરમપુર અને કપરાડા ના વિસ્તાર માં ભૂસ્ખલના કારણે અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), વલસાડ દ્વારા તાત્કાલિક ઇમરજન્સી કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં માર્ગોને વાહનવ્યવહાર ટ્રાફિકેબલ બનાવાયા છે.
ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા અવિરત જળવાઈ રહે તે માટે વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક (૨૪ કલાક) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે વિભાગના ફિલ્ડ સ્ટાફ દ્વારા રસ્તાઓની સતત મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં તાત્કાલિક પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવી રહી છે.
કાયર્પાલક ઇજનેર શ્રી જતીન પટેલ ના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે નુકશાન પામેલ રસ્તાની સાફ-સફાઈ, પેચવર્ક, વિ. કામગીરી દ્વારા કુલ બંધ થયેલ ૩૭ રસ્તાઓ પૈકી ૩૩ રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. બાકીના ૪ માર્ગો પર કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જે હાલ પુરતું પ્રજાની સુરક્ષાને ધ્યાને રાખી બંધ રાખવામાં આવેલ છે, જે ટૂંક સમયમાં વાહન-વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે.
કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા વિભાગ દ્વારા તાંત્રિક અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુલ ૧૫ ઇમરજન્સી ટીમો કાર્યરત કરવામાં આવી છે. કામગીરી માટે ૨૧ જે.સી.બી. મશીનો, ૯ ટ્રેક્ટરો, ૭ ડમ્પર તેમજ ૧૨૦થી વધુ શ્રમિકો સતત વિવિધ સ્થળોએ કાર્યરત રહી માર્ગોને સુરક્ષિત અને વાહન વ્યહાર માટે ટ્રાફિકેબલ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે.
વાહન વ્યવહાર માટે બંધ ૪ માર્ગો પર કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વરસાદી પાણીના વધુ પડતા પ્રવાહને કારણે ઓવરટોપિંગ થયેલી રોડ સાઈડ ગટરોને ખુલ્લી કરવાની કામગીરી, ધરમપુર તથા કપરાડામાં લેન્ડસ્લાઈડિંગને કારણે રસ્તા પર ધસી પડેલી માટી અને પથ્થરોને દૂર કરવાની કામગીરી તેમજ રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવી માર્ગોને અવરજવર માટે સલામત બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. જે ટૂંક સમયમાં વાહન-વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!