વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને ઉમરગામના ટીંભી ગામના માછી સમાજની હિંમત અને જુસ્સાને બિરદાવ્યો: પૂર અસરગગ્રસ્તો એ વીજળી ન હોવાની રજૂઆત કરતા કલેકટરશ્રીએ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે એવી ખાતરી આપી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન ઉમરગામની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ટીંભી માછીવાડમાં પહોંચી પૂર પીડિતો સાથે મુલાકાત કરી હતી. જ્યાં લોકોએ હજુ સુધી વીજળી નહી હોવાની રજૂઆત કરતા કલેકટરશ્રીએ કામગીરી ચાલી જ રહી છે અને આજ સાંજ સુધીમાં વીજળી આવી જશે એવી ખાતરી આપી હતી.

માછીમાર સમાજ દરિયાખેડૂ હોવાથી તેઓ આફત સામે ઝઝુમનારી અને સંઘર્ષ કરી ઉપર આવનાર હોવાથી આ આફતમાંથી માછીમાર સમાજ વહેલીતકે બહાર આવી જશે એવી કલેકટરશ્રીએ સૌને હિંમત આપી જિલ્લા વહીવટી તંત્ર તમારી સાથે એવો ભરોસો અપાવ્યો હતો. આ દુઃખની ઘડીમાં રાજ્ય સરકાર તમારી પડખે એવી કલેકટરશ્રી વાત કરી આ ગામમાં તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી પુરી થાયે તે માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને કડક સૂચના આપી આ ગામને પ્રાથમિકતાના ધોરણે લેવા માટે જણાવ્યું હતું. આ સિવાય સાફ સફાઈ સુવ્યવસ્થિ થાય, રોગચાળો ન ફાટે તે માટે તકેદારી રાખવા જણાવી જ્યાં પણ સહાય કીટ વિતરણ બાકી હોય ત્યાં પહોંચતી કરવા માટે જણાવ્યું હતું.

માછી સમાજમાં જોમ પૂરનારી કલેકટરશ્રીની આ પ્રેરણાદીય મુલાકાતથી માછીવાડ વિસ્તારના લોકોમાં હિંમત આવી આ કપરી પરિસ્થિતિનો સામનો સૌ સાથે મળીને કરીશું એવો વિશ્વાસ પેદા થયો હતો.

ત્યારબાદ કલેકટરશ્રીએ ટીંભી ગામના નવા ફળિયાની મુલાકાત લીધી હતી જ્યાં કેટલાક લોકોના મકાન પૂરમાં ધ્વસ્ત થઈ ગયા હોવાનું નિરિક્ષણ કરી લોકોની વાતને સાંભળી હતી. આ સમયે ગામના યુવા આગેવાન આશીષ માછીએ કલેકટરશ્રીને જણાવ્યું કે, પ્રોટેક્શન વોલના અભાવે વારંવાર અમારા ગામમાં પાણી ભરાઈ જાય છે અને રેલ આવે છે જેથી અમારા ગામની સુરક્ષા અને સલામતી માટે વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવવા આવે તો આ સમસ્યા કાયમ માટે હલ થઈ જશે રજૂઆત કરી હતી. જે અંગે હકારાત્મક અભિગમ દાખવવાની કલેકટરશ્રીએ ખાતરી આપી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!