ગુજરાત એલર્ટ | વલસાડ
જિલ્લા પંચાયત વલસાડ મેલેરિયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જાહેર જનતાના હિત માટે સ્થાનિક કક્ષાએથી રોગ અટકાયતી કામગીરી કરવા તેમજ જિલ્લા કલેક્ટરશ્રી નિતીન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચાપલોતની વલસાડની સ્વચ્છતા અંગેની પહેલને વેગ આપવા માટે એસ.ટી.વોર્કશોપ વલસાડના અંદાજીત ૧૦૦ કર્મચારીઓની ટૂંકાગાળાની તાલીમ યોજવામાં આવી હતી.

આ તાલીમમાં જિલ્લા પંચાયત વલસાડ મેલેરિયા શાખાની ટીમના દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવાના ઉપાયો તેમજ રોગ અટકાયતી કામગીરીની પ્રાથમિક સમજ તેમજ સ્વચ્છતા બાબતોની સમજ પુરી પાડવામાં આવી છે. એસ.ટી વોર્કશોપના ડિવીઝન કંટ્રોલર એસ.પી.માત્રોજા તેમજ મેકેનિકલ એન્જિનિયર એન.એફ.સિંધી હાજર રહ્યા હતા.
