ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પ્રવેશ દ્વાર પાસે રૂ. ૯ કરોડના ખર્ચે નિર્માણ થનારા અક્રા મારૂતિ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે વલસાડ-ડાંગના સાંસદશ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વંયભૂ પૌરાણિક મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન ગણાય છે.
