અતુલ ખાતે 17th ઉલ્હાસ કપ ઈન્ટર ડીવીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

ગુજરાત એલર્ટ | વલસાડ
ARDF ઉલ્હાસ જીમખાના આયોજીત ૧૭ મો ઉલ્હાસ કપ ઈન્ટર ડીવીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટની તા.૨૨/૧૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ શરૂ કરવામા આવેલ જેની માહિતિ આપતાં ઉલ્હાસ જીમખાના નાં જનરલ સેક્રેટરી શ્રી જે. ડી. પટેલે જણાવ્યું હતું કે અતુલ લિમિટેડનાં જુદા જુદા ડીવીઝન, યુનિટમાંથી ૫૧ ટીમોએ ભાગ લીધો હોય સમગ્ર ટીમોને ૦૮ ગ્રુપમાં વહેંચી લીગ મેચ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન મુખ્ય અતિથી તરીકે પધારેલ અતુલ કંપની ના વાઈસ પ્રેસિડન્ટ શ્રી હ્રદય દેસાઈ તથા અન્ય ઓફિસર્સ શ્રી આનંદ દેસાઈ સાથે,શ્રી આભાસ દાસ ડો.કેયૂર મહેતા,શ્રી રાજેશ મહેતા ,શ્રી જિતેન પટેલ અને ઉલ્હાસ જીમખાના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી.પટેલ નાં શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે ઉલ્હાસ જીમખાના એક્ઝીક્યુટીવ કમિટિ તેમજ APL કમિટિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!