વલસાડના સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો: પરીક્ષા સમયે પડતી સમસ્યાઓ અને મૂંઝવણો જાણી સમસ્યાઓનું નિરાકરણ અંગે માર્ગદર્શન અપાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગ્રંથાલય ખાતાના સંયુક્ત ઉપક્રમે વલસાડના સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે તા.૧૨/૦૮/૨૦૨૬ બુધવારના રોજ “યુવા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ડૉ. આશા કે. ગોહિલ (એસો.પ્રોફેસર- મોટાપોંઢા કોલેજ) દ્વારા યુવાનો સાથે સંવાદ/ વાર્તાલાપ કરવામાં હતો. તેમણે ગુજરાતી ભાષા, સાહિત્ય વિશે વિસ્તૃત્ત સમજ આપી વાંચવા જેવા ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત માહિતી આપી હતી. યુવા વાચક વર્ગની વાંચન /પરીક્ષા સમયે પડતી સમસ્યાઓ/મૂંઝવણો જાણી સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરી શકાય તે અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત તેમણે વાચકોને ઈત્તર વાંચન કરવા પર ભાર મુક્યો હતો.

બીજા વકતા તરીકે શ્રી અજિતભાઈ ઠોસર (નિવૃત્ત શિક્ષક અને લેખક) દ્વારા “વાંચો, વિચારો, વિકસો” વિષય પર યુવા વર્ગને વાંચન કેવી રીતે કરવું, શું વાંચવું, વાંચનનું મહત્વ/ફાયદા વગેરે વિષયો પર વિસ્તૃત સમજ આપી હતી. ઉપરાંત યુવા વાચક વર્ગ જોડે સંવાદ કરી વાચકોને મુંઝવતા પ્રશ્નોની સમજ આપી હતી. સમગ્ર કાર્યકમનું સંચાલન શ્રી રવિ પટેલ (લેકચર) ધરમપુર કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રંથાલયના ગ્રંથપાલ શ્રી મિતેશ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!