કપરાડામાં કૂવો ધસી પડવાનાં દ્રશ્યો જુઓ.. લાઈવ..

કપરાડા
કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે કુવો જમીન  સાથે ધસી પડ્યો હતો. આ એકમાત્ર કૂવો ધસી પડવાને કારણે લોકોને પાણી પીવાના પાણીની તકલીફ પડશે.


વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આજરોજ સવારથી ભારે વરસાદ પડયો હતો. જેના કારણે કપરાડા ગામમાં લોકોને ભારે નુકસાન થયું છે. કપરાડા તાલુકાના મનાલા ગામમાં આલ્યા ફળીયા 200થી વધુ પરિવારો પીવાનું પાણી માટે આ કુવાનો ઉપયોગ કરતા હતા. આ કુવો જમીનદોસ્ત થતાં ગામજનોએ હવે પાણી પીવાની ભારે તકલીફો ભોગવવી પડશે. ઘરના વપરાશ માટે આવનાર દિવસોમાં પીવા માટે કે પશુ, પંખી માટે આવનાર દિવસોમાં અછત સર્જાશે એવું ગ્રામજનોનું કહેવું છે. સરકારી તંત્ર સર્વે કરી તાત્કાલિક વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!