ઉમરગામના સરીગામમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળી રહે એ ઉદ્દેશ્ય સાથે વલસાડ જિલ્લાના ગામોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો રથ ફરી રહ્યો છે.

જે અંતર્ગત ઉમરગામ તાલુકાના સરીગામ ગામ ખાતે રથ આવી પહોંચતાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. તેમજ સરકારની યોજનાઓથી વંચિત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા હતા.

આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી.

ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા.

વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે ગ્રામજનોએ શપથ ગ્રહણ કર્યા હતા. ગ્રામજનોને વિકસિત ભારતના કેલેન્ડર અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૨૫ લોકોએ ટીબી અને ૩૨ લોકોએ સિકલસેલની તપાસ કરાવી કુલ ૪૪૩ લોકોએ કેમ્પનો લાભ લઈ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી.

ટેકનોલોજી આધારિત ખેતી માટે ડ્રોન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલા, વિદ્યાર્થી, ખેલાડી અને સ્થાનિક કલાકાર મળી કુલ ૨૭ લોકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ જાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ લલિતાબેન દુમાડા, તાલુકા ઉપપ્રમુખ વિલાસભાઈ ઠાકરીયા, સંગઠનના તાલુકા પ્રમુખ દીલીપભાઈ ભંડારી, તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, સામાજિક કાર્યકર હર્ષદભાઈ છાજે, સંગઠનના બક્ષીપંચ મોરચાના નિલેશભાઈ ભંડારી, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ શાહ અને ગામના ઉપસરપંચ સંજયભાઈ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!