મહાદેવએપ દ્વારા દુબઈથી ઓપરેટ થતા આઇપીએલના સટ્ટાનો વલસાડ પોલીસે કર્યો પર્દાફાશ: પારડીના તીઘરાથી ચલાવાતું હતું નેટવર્ક: દુબઈ, છત્તીસગઢ અને મુંબઈના 4 જણા વોન્ટેડ

ગુજરાત એલર્ટ । વલસાડ
મહાદેવએપ દ્વારા દુબઈથી ઓપરેટ થતા આઇપીએલના સટ્ટાનો વલસાડ પોલીસે પર્દાફાશ કર્યો છે. પારડીના તીઘરામાં સૂમસામ બંગલામાંથી ચલાવાતા આ નેટવર્કમાં 12 જણાની ધરપકડ કરી દુબઈ, છત્તીસગઢ અને મુંબઈના 4 જણા વોન્ટેડ જાહેર કરાયાં છે.
પોલીસ સૂત્રો અનુસાર વલસાડ જિલ્લાના પારડીના તિઘરા ગામ ખાતે એક બંગલામાં IPLનો સટ્ટો રમાઈ રહ્યો હોવાની બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ. ઉત્સવ બારોટ અને તેમની ટીમે 10 ઇસમોને 2.94 લાખના મુદ્દામાલ LCBની ટીમે ઝડપી પાડ્યા હતાં.
વલસાડ જિલ્લાના પારડીના વાપી નજીક તીઘરા ગામે ફોરચુન નેસ્ટ સોસાયટીમાં બંગલો ભાડે રાખીને અંડર વર્લ્ડ અને બોલીવુડની અનેક હસ્તીઓની સંડોવણી જેમાં બહાર આવી ચુકી છે એવા મહાદેવ ગેમિંગનું નેટવર્ક પોલીસે શુક્રવારે રાત્રિએ ઝડપી પાડયું છે.

વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાનાં જણાવ્યા મુજબ પ્રશાંત સેવક નામક ઈસમ તેના માણસો સાથે ઓનલાઇન IPL ક્રિકેટ મેચ તેમજ ડ્રેગન ટાઈગર, કસીનો અને તીનપત્તી સહિત 500 જેટલી રમતો પર ગ્રાહકોને મોબાઈલ પર ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો હતો.

તેનાં બંગલામાં ઉપરના રૂમમાંથી એક કોમ્પ્યુટર, બે લેપટોપ, બેંક એકાઉન્ટ લીંક કરેલા 13 મોબાઇલ ફોન તેમજ અન્ય 11 મોબાઈલ ફોન, અને અલગ અલગ બેંકના 27 જેટલા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સટ્ટો રમાડતા પ્રશાંત ઉર્ફે કચ્ચી ડાયાલાલ સેવક (ઉ.વ.37, મૂળ. લાલબાગ મુંબઈ) સહિત દસ જેટલા ઇસમોને રંગે ઝડપી પાડયા છે.

આરોપીઓ દ્રારા ટેલિગ્રામ ગ્રૂપ તથા વોટ્સએપ ગ્રૂપ બનાવીને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. દુબઈની ભી વલસાડ જિલ્લામાં નેટવર્ક ઓપરેટ કરાતું હોવાની જ્યાં લોકોને તથા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!