સુરતના તાપીમાં અજાણ્‍યા પુરૂષના મૃતદેહનો ભેદ ઉકેલાયોઃ આડા સંબંધના કારણે હત્‍યા થઇઃ ગામની જ મહિલાની પુત્રવધુ સાથે આડા સંબંધ હોવાથી મોત મળ્‍યુઃ 3 લાખની સોપારી લઇને હત્‍યાને અંજામ આપ્‍યો

સુરત: તાપી પોલીસે ફરી એકવાર હત્યાના ભેદને જલદી ઉકેલી કાઢ્યો છે. 11 એપ્રિલે વ્યારાના ખાનપુર ગામ પાસેની નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ મૃતદેહની ઓળખની દિશામાં તપાસ કરી તો ચોંકાવનારી હકીકત સામે આવી છે. આડાસંબંધમાં હત્યાનું આ ગંભીર પરિણામ સામે આવતાં હત્યારાને પણ દબોચી લેવાયા છે.
તાપીની વ્યારા પોલીસે 11 એપ્રિલે ખાનપુર ગામ પાસેની કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. પણ પીએમ રિપોર્ટમાં માથાના ભાગે ઈજા કરી હત્યા કર્યાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

ગામની જ મહિલાની પુત્રવધૂ સાથે હતા આડાસંબંધ

પોલીસે પરિવારજનોના નિવેદન બાદ તપાસ કરી તો મૃતકના આડાસંબંધ હતાં અને આ જ આડાસંબંધમાં હત્યા થયાનું તપાસમાં સામે આવ્યું છે. હત્યા માટે 3 લાખની સોપારી આપ્યાનું પણ ખૂલ્યું છે. રાજેશભાઈની હત્યા પોતાના જ ગામની મેથુબેનની પુત્રવધૂ સાથે આડાસંબંધના કારણે કરવામાં આવી. મેથુબેને ગામના જ ગુરજીભાઈને ત્રણ લાખ રૂપિયાની સોપારી આપી હતી અને ગામના અન્ય ઈસમો સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો.

હત્યા માટે આપી 3 લાખ રૂપિયાની સોપારી

પોલીસે સોપારી આપનાર મેથુબેન સોપારીલેનાર ગુરજીભાઈ સહિત અન્ય બે હત્યારાને પકડીને જેલ ભેગા કરી આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. થોડા દિવસ પહેલાં પણ સરાજાહેર બિલ્ડરની હત્યા થઈ હતી. જેનો ભેદ ઉકેલાવાનો બાકી છે. ત્યારે આ હત્યાનો ભેદ ઉકેલાઈ જતાં પોલીસને બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલાવાની આશા વધી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!