વલસાડી સરકારી ઇજનેરી કોલેજ ખાતે બે ફેકલ્ટી તાલીમ કાર્યક્રમો યોજાયા: મિકેનિકલ અને કેમિકલ વિભાગ દ્વારા સફળતાપૂર્વક તાલીમનું આયોજન કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા અધ્યાપકો માટે અદ્યતન વિષયો પર બે અલગ અલગ તાલીમ કાર્યક્ર્મો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત્ત સંસ્થાના મિકેનીકલ વિભાગ દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા પ્રાયોજીત “એપ્લીકેશન્સ એન પ્રેક્ટીસીસ ઇન કમ્પ્યુટેશનલ ફિલ્ડ ડાયનેમીકસ” વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલોપ્મેન્ટ પ્રોગ્રામનું તા: ૨૨ જુન થી તા ૨૬ જુન દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યની વિવિધ ઇજનેરી ક્ષેત્રની સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રના કુલ ૨૬ તાલીમાર્થિઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના ઉદઘાટનમાં પારડી પ્રીસીઝન ગીયર્સ પ્રા. લી. ના મેનેજિંગ ડીરેક્ટર શ્રી ચેતન ચાંપાનેરીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. સંસ્થાના મિકેનીકલ વિભાગમાં એસોસીયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી ડો. હિતેશ સોલંકી તથા શ્રી ડો. સૌરભ દીક્ષિતે સમગ્ર તાલિમ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર તરીકેની કામગીરી કરી હતી. જ્યારે સંસ્થાના કેમિકલ વિભાગ દ્વારા તા. ૦૬ થી ૧૦ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ઇંડીયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન અને રાજ્યના ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા માન્ય પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ “Hybridization of AI-ML with Engineering Fundamentals: Expanding Horizons” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે અધ્યાપકોએ બાલાજી વેફર્સ લિમિટેડ, વલસાડની ઔદ્યોગિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા અધ્યાપકોને શૈક્ષણિક જ્ઞાન અને વાસ્તવિક ઔદ્યોગિક કાર્યપ્રણાલી વચ્ચેના સમન્વયને સમજવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમના સમાપન સમારોહમાં વાપીના જાણીતા ઔદ્યોગિક નિષ્ણાત શ્રી પાર્થિવ મહેતા તથા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT), સુરતના શૈક્ષણિક નિષ્ણાત ડૉ. સંજય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કેમિકલ ઇજનેરી વિભાગના વડા તથા કાર્યક્રમ સંયોજક ડૉ. એન. એમ. પટેલ અને સંયોજક ડૉ. એન. આર. વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. રાહુલ વી. પ્રજાપતિ, ડૉ. સંજય કે. શ્રીવાસ્તવ, પ્રો. અક્ષય આર. મગોદરા અને ડૉ. ભાવી એમ. પંડ્યા દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.
બન્ને તાલીમો અંતર્ગત વિવિધ આધુનિક અને ઉપયોગી વિષયો પર દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો તેમજ પ્રાયોગિક સત્રો યોજવામાં આવ્યા હતા. બન્ને તાલિમ કાર્યક્રમો સફળતાપુર્વક કરવા બદલ સંસ્થાના આચાર્યશ્રી ડૉ. વી. ડી. ધીમને તાલીમાર્થીઓ તેમજ આયોજકોને શુભેચ્છઓ પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!