ગુજરાત એલર્ટ | વલસાડ
જીલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન ના માર્ગદર્શન હેઠળ ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણ અંતર્ગત નાનાપોઢા અને કપરાડા તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન કચરાના સુવ્યવસ્થિત વ્યવસ્થાપન માટે અતુલ ફાઉન્ડેશન સાથે ૩૦ ગ્રામ પંચાયતોના ત્રિપક્ષીય સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા.

આ બેઠક દરમિયાન SWM કન્સલ્ટન્ટશ્રી દ્વારા ઉપસ્થિત સૌને Solid Waste Management (SWM) Rules 2026 અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશન સાથે આ કરારનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયત વિસ્તારોમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતા ઘન કચરાનું અસરકારક, સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે સંચાલન થાય તેમજ ગામમાં સ્વચ્છતા, જન આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને વધુ પ્રોત્સાહન મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, SWM કન્સલ્ટન્ટ, અતુલ ફાઉન્ડેશનની ટીમ તેમજ નાનાપોઢાના ૧૨, પારડીના ૨ અને કપરાડાના ૧૬ મળીને કુલ ૩૦ ગ્રામ પંચાયતોના TDO, ATDO, SBM-G સ્ટાફ, તલાટીશ્રીઓ અને સરપંચશ્રીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
