મહિલા ૧૬ કલાક સુધી પાણીમાં ન્હાતી રહી : બહાર નિકળી તો હાલ-બેહાલ

લંડન: બ્રિટેનમાં એક મહિલા સાથે એવો અજીબોગરીબ કિસ્સો બન્યો છે, જેના કારણે આ મહિલાને સોશિયલ મીડિયા પર મદદ માગવાનો વારો આવ્યો છે. ડેના નામની આ મહિલા ટિકટોક પર વીડિયો નાખીને લોકો પાસે મદદની અપેક્ષા રાખી રહી છે. ડેનાનું કહેવુ છે કે, તે પાણીમાં ૧૬ કલાક વિતાવ્યા બાદ તેની સાથે કેવી કેવી મુશ્કેલીઓ આવી.
ટિકટોક પર ખૂબ એકિટવ રહેતી ડેનાના આ વીડિયોને અત્યાર સુધીમાં ૩ લાખથી વધારે લોકોએ જોયો છે. તેણે આ વીડિયોમાં કહ્યુ છે કે, કોઈ દુર્દ્યટનાવશ જો પાણીમાં ૧૬ કલાક વિતાવો તો આવી હાલત થઈ જાય. ખાસ કરીને હું નર્વસ અનુભવી રહી છુ, શું આનો કોઈ ઈલાજ બતાવી શકશે.ડેનાના પગમાં ખાસ્સી કરચલી પડવા લાગી છે. તેનો પગ પણ ગ્રે રંગનો પડવા લાગ્યો છે. કેટલાય લોકો તો તેના પગ જોઈને ચિંતિત થઈ ગયા હતા અને સલાહ આપવા લાગ્યા હતા. એક શખ્સે કહ્યુ હતું કે, હીટ પૈકસને ૫-૫ મીનિટના અંતરે પગ પર લગાવો, આરામ મળી જશે.આ મહિલાએ જો કે, ખુલાસો નહોતો આપ્યો કે, શા માટે તે પાણીમાં ૧૬ કલાક સુધી પડી રહી. એક શખ્સે કહ્યુ હતું કે, માણસજાત ૯ કલાક સુધી સુઈ શકે પણ પાણીમાં ૧૬ કલાક કેમ રહી શકે. માણસ એક કલાક બાદ ઠંડો થઈ જાય છે, તો ૧૬ કલાક પાણીમાં કેમની રહી ? જો કે, આ મહિલાએ હજૂ સુધી રહસ્ય ખોલ્યુ નથી કે, આખરે તે પાણીમાં આટલા કલાક સુધી કેમ રહી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કેટલાય કલાકો સુધી પાણીમાં રહેવાથી ટ્રેંચફૂટ નામની ગંભીર કંડીશન પણ આવી શકે છે. આ અવસ્થામાં પગમાં બ્લડ સર્કુલેશન અટકી જાય છે. જો તેની સારવાર લેવામાં ન આવે તો, ફોલ્લી, ગૈંગ્રીન અને અલ્સર જેવી સમસ્યા આવી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!