રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા પોલીસ નહીં આવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.

ગુજરાત એલર્ટ । ગાંધીનગર
ખેલૈયાઓ નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમશો તો પણ પોલીસ ગરબા બંધ કરવા નહિ આવે. આ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં પોલીસ હવે રાસ ગરબાની રમઝટ બંધ નહીં કરાવે. હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે. ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.
અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને. કારણ કે, ગુજરાત સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા નહિ આવે. સરકારના આ નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબાનો રંગ જામશે. હવેથી રાતે 12 વાગ્યે ગરબા બંધ નહિ થાય. સરકાર દ્વારા લીલી ઝંડી અપાઈ ગઈ કે, હવે ગમે તેટલા વાગ્યા સુધી ગરબા કરો.

સરકારના આ નિર્ણયથી હવે નવરાત્રિનો જૂનો સમય પાછો આવશે. એક સમયે સવારે 4-4 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામતી હતી. સોસાયટીઓમાં યુવક-યુવતીઓ બિન્દાસ્ત ગરબા માણતા હતા. પરંતુ સમયાંતરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબાના સમય પર નિયંત્રણ મૂકવામાં આવ્યો હતો. રાતે 12 વાગ્યા સુધી જ ગરબા કરી શકાશે તેવો નિયમ લાગુ કરાયો હતો. પરંતુ હવે સરકારે જ છૂટછાટ આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ સૂચના આપી દીધી છે. ગુજરાતની જનતા સારી રીતે નવરાત્રિ માણી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે કે, 12 વાગ્યા પછી ગરબા બંધ કરાવવા ન જવા.

ખાણી પીણીની લારી ગલ્લા અને ફૂડ કોર્ટ બંધ નહીં કરાવવા સૂચના

નવરાત્રી તહેવારોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ અને તેમના પરિવારજનો બહાર હોય છે. નવરાત્રીના ગરબા સમાપ્ત થયા બાદ મોડી રાત્રે નાસ્તો અને પાણી સરળતાથી મળી રહે એ માટે ફૂડ કોર્ટ અને ખાણી પીણીની લારી ચાલુ રહે એ માટે આ સૂચના કરવામાં આવી છે. તો વળી નાના ધંધાર્થીઓને તહેવારોનો સમય હોઈ તેમને પરેશાન નહીં કરવા માટે ખાણી પીણી અને ફૂડકોર્ટને બંધ નહીં કરાવી હેરાન નહીં કરવા સૂચના અપાઈ છે. સાઉન્ડ સિસ્ટમ વિના પણ ગરબા ચાલુ હોય તો રાત્રીના 12 વાગ્યા બાદ તેને બંધ કરાવવા દબાણ નહીં કરવા માટે પણ સૂચના અપાઈ છે. તેમજ રાત્રી દરમિયાન ગરબાથી પરત જતા લોકોને સલામતી અને ટ્રાફિકમાં સરળતા થાય એ માટે પ્રયાસો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!