ગુજરાત એલર્ટ | વલસાડ
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વલસાડ શહેરમાંથી પસાર થતાં મુખ્ય માર્ગ કુંડી ફાટકથી ઔરંગા નદી થઈ પારનેરા પારડી તરફ જતાં રોડને આર. પી. એફ. ગ્રાઉન્ડથી ઔરંગા નદી બ્રિજ સુધી અવાર નવાર વરસાદના કારણોસર અને ટ્રાફિકના ભારણના કારણે રસ્તાને નુકશાન થવાના બનાવોને ધ્યાને લઈ સિમેન્ટ કોંક્રીટ રોડની કામગીરી માટે સરકારશ્રીમાંથી મંજૂરી લઈ અને કામગીરી શરૂ કરાવવામાં આવી છે. આ હાલ કામગીરી કાર્યરત છે.

આ કામગીરી થવાથી વલસાડ શહેર તથા આજુ બાજુ તમામ ગામોના નોકરી વ્યવસાય અર્થે અવર જવર કરતાં તમામ રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાઓ કાયમી હલ થશે અને ટ્રાફિક માટે એક સગવડતા અનુભવાશે.
