કપરાડાના ઘાણવેરી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા કુમકુમ તિલથી સ્વાગત કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘાણવેરી ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ પીએમ સન્માન કિસાન નિધિ, પીએમ આયુષ્યમાન કાર્ડ, તંદુરસ્ત કિશોરી અને મિશન મંગલમ યોજના જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રથ યાત્રા સ્થળ પર આયોજિત હેલ્થ કેમ્પમાં ૧૬૦ લોકોએ ટીબીની અને ૩૯ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. કુલ ૪૧૦ લોકોએ કેમ્પનો લાભ લઈ આરોગ્ય લક્ષી તપાસ કરાવી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉતકૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર વિધાર્થી, મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું લાઇવ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ ભરતભાઈ કે. શિંગાડા, ઉપસરપંચ ઉત્તમભાઈ એલ. દાપર, માજી તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ એમ. ચૌરા, ગ્રામ પંચાયતના સભ્ય ગોપાળભઆઈ એમ. અરજ અને જીવણભા એલ.જાદવ સહિત સહિત પદાધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!