ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમૌલિશ્વર મહાદેવજી સંસ્થાન ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલના પ્રેરણાથી વલસાડ ખાતે ૧૦ માં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહલગ્ન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે સમૂહલગ્નમાં કુલ ૧૧૧ નવદંપતિઓ પવિત્ર લગ્નબંધનમાં બંધાશે. કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ (શનિવાર)ના રોજ યોજાશે. લગ્ન સમારંભનું સ્થળ ગુંદલાવ ચોક, પેટ્રોલ પંપ પાસે, હરિપુર નહેરના તટ પર, ગુંદલાવ ખાતે રાખવામાં આવ્યું છે.
આ સમૂહ લગ્ન પૂર્વે લગ્ન લાભાર્થે ભાગ લેતા યુવક-યુવતીઓ માટે તા. ૦૯ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભાગવત કથા તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી કથા યોજાશે.
આ સમૂહ લગ્ન કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, સદભાવના અને ખર્ચ ઘટાડીને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો હેતુ રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા સમાજના તમામ લોકોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.
પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલના જણાવ્યા મુજબ સમૂહલગ્નના લાભાર્થે રાખવામાં આવેલી શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૬ (બુધવાર)ના રોજ થવાનો છે, જ્યારે સમાપન તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ (મંગળવાર)ના રોજ થશે.
દરરોજ સાંજે ૦૩:૩૦ થી ૦૬:૩૦ દરમિયાન કથાનું રસપાન ભક્તો કરી શકશે. આ ભાગવત કથામાં પ્રખ્યાત કથાવાચક શરદભાઈ વ્યાસ (દાદા), ધરમપુર દ્વારા કથા પ્રવચન કરવામાં આવશે.
કથા દરમિયાન તા. ૦૭ જાન્યુઆરીના રોજ સવારે બપોરે ૦૩:૩૦ વાગ્યે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. તેમજ તે જ દિવસે પોથી યાત્રાનું પણ આયોજન કરાયું છે. આ ભાગવત કથા ધારાસભ્ય નિવાસ સ્થાન, આદિનાથ કોમ્પ્લેક્સની સામે, ભાગડાવડા, વલસાડ ખાતે યોજાશે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
