ધરમપુરની નાનીવહીયાળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા કક્ષાનો ખેલમહાકુંભ નારગોલમાં યોજાયો હતો. જેમાં નાની વહીયાળની વોક ટુ ગેધર્સ ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ જુદી જુદી એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ ચાર સ્પર્ધામાં પ્રથમ ક્રમ અને બે સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેશે.
અન્ડર 17 વિભાગમાં 200 મીટર દોડ બહેનો અને ઉંચી કુદ બહેનોમાં કૃતિકા બી ગવળી પ્રથમ ક્રમ, લંગળી ફાળ કુદ બહેનોમાં અલિશા એન.વરઠા પ્રથમ ક્રમ, લંગળી ફાળ કુદ ભાઈઓમાં વિશાલકુમાર એમ .ભાવર પ્રથમ ક્રમ, 800 મીટર દોડ બહેનોમાં સંજના એલ. માછી બીજો ક્રમ, બરછી ફેક બહેનોમાં રવીના એમ ભગતિયાએ બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના ખેલમહાકુંભમાં ભાગ લેશે. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાએ શાળાના વિજેતા વિદ્યાર્થીઓને પુસ્તક આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાલક્ષી સુંદર માર્ગદર્શન આપ્યુ હતું. શાળાના આચાર્ય શૈલેશકુમાર આર પટેલ, દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળના પ્રમુખ સુધાબેન દેસાઈ, મંત્રી દત્તેશભાઇ ભટ્ટ, સહમંત્રી કાંતાબેન પટેલ, વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષિકા અમીતાબેન ગામીત, ટ્રેનર વિજયકુમાર વાનીને શાળાનુ ગૌરવ વધારવા બદલ અભિનંદન આપી રાજ્ય કક્ષાએ વિજેતા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!