કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું ધ્વજવંદન: વલસાડના પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીની ખાસ ઉપસ્થિતિ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગાંધીનગરના કોબા ખાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભાજપ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને વલસાડના ભાજપ સંગઠન માટે ગૌરવની બાબત એ રહી કે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી અને વલસાડના સોનલબેન સોલંકી પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સોનલબેન સોલંકીની ‘કમલમ્’ ખાતે પ્રદેશ કક્ષાના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિતિએ વલસાડ જિલ્લાનું સંગઠન સ્તરે મહત્વ વધુ ઉજાગર કર્યું હતું. પ્રદેશ સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળી રહેલા સોનલબેન સોલંકીએ પ્રદેશના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો સાથે મળીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.
ધ્વજવંદન બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓને સંબોધન કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશની આઝાદી માટે અનેક વીરોના બલિદાનને યાદ કરી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને દેશભક્તિની ભાવના સાથે આગળ વધવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે તિરંગાની આન-બાન-શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્યાલય ખાતે પ્રદેશ પ્રમુખના હસ્તે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીની વિશેષ ઉપસ્થિતિ વલસાડ ભાજપ સંગઠન માટે પણ મહત્વપૂર્ણ બની હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!