શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના ગુરુદેવ રાકેશજીની પધરામણીથી સોલંકી પરિવાર ભાવવિભોર

ગુજરાત એલર્ટ | ધરમપુર
ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ગુરુદેવ રાકેશજીની આજે ધરમપુરના અગ્રણી ગિરીશભાઈ સોલંકીના નિવાસસ્થાને પધરામણી થઈ હતી. જ્યાં ભક્તિગાન સાથે પ્રસાદભોજનનાં કાર્યક્રમનું આયોજન પણ થયું હતું.

ધરમપુરનો શ્રી રાજચંદ્ર આશ્રમ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થકી આજે જગવિખ્યાત બન્યો છે. જે આશ્રમના સંસ્થાપક ગુરુદેવ રાકેશજીની ધરમપુર એસ.ટી. ડેપો સામે આવેલા ધરમપુરના અગ્રણી ગીરીશભાઈ સોલંકીના ઘરે પધરામણી થઈ હતી. સાથે તેમનાં અંગત મદદનીશ નેમીજી અને અન્ય સંન્યાસી આત્મર્પિત ભાઈઓ અને બહેનો પણ ગુરુદેવની નિશ્રામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુરુદેવની પધરામણી બાદ સુમધુર ભક્તિરસ પીરસાતાં શ્રોતાઓ ભક્તિમાં લીન બન્યા હતાં. ત્યારબાદ સૌ ઉપસ્થિતોએ પ્રસાદભોજન લીધું હતું. સોલંકી પરિવારના ગિરીશભાઈ, ભરતભાઈ, સાગરભાઇ સહિતના સમગ્ર પરિવારે ગુરુદેવનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ધરમપુરના સહકારી અગ્રણી જીવાભાઇ આહિર, વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના ગિરીશભાઈ પંડ્યા, પત્રકાર વેલ્ફર એસોસિયશન વલસાડનાં પ્રમુખ હર્ષદ આહિર, રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટીઓ તથા ધરમપુરના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!