ગુજરાત સરકાર સમક્ષ પત્રકારોને સહાય કરવા માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા માંગણી.

મુખ્યમંત્રીને ઈ- મેઈલ અને પત્ર પાઠવી ગુજરાતનાં પત્રકારોની લાગણીથી વાકેફ કરાયા: ગુજરાતમા કોરોના કાળમાં 52 થી વધુ પત્રકારો મોતને ભેટ્યા : પરિવારજનોને દસ લાખની સહાય આપવા ABPSS ની માંગ.

રાજકોટ
ગુજરાતના પત્રકારોએ આખા રાજ્યમાંથી વિગતો મેળવી છે તેમાં ઘણી ચોકાવનારી વિગતો એકઠી થઈ છે. જેટલી વિગતો મેળવી છે તેમાં 52 પત્રકારોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે દિલ્હીની એક સમાચાર સંસ્થાયે યાદી પણ વેબસાઈટમાં પ્રસિદ્ધ કરી છે. આ બાબતને ધ્યાનમાં લઈને પત્રકારોનાં હિત માટે દેશભરમાં લડત ચલાવતા પત્રકાર સંગઠ્ઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી કોરોના કાળમાં મોતને ભેટેલાં પત્રકારોનાં પરિવારજનોને દસ લાખની તાત્કાલિક સહાય આપવા માંગ કરવામાં આવી છે.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાના જણાવ્યા મુજબ
તબીબોના જેટલા મોત થયા છે, એટલા પત્રકારોના મોત થયા છે. જે અત્યંત ગંભીર બાબત છે. કારણ કે બીજા ઘણાં પત્રકારો છે જેમણે કોરોનામાં જીવ ગુમાવ્યો છે. વળી પત્રકારોના કુટુંબમાં પણ 3 ગણા મોત થયા હોવાની શંકા પત્રકારો વ્યક્ત કરી રહ્યાં છે. વળી એક અંદાજ પ્રમાણે 25 ટકા પત્રકારોને કોરોના થયો છે. તેમાંએ પરિષ્ઠ પત્રકારોની સંખ્યા મોટી છે.
કુટુંબના સભ્યોને પણ કોરોનાના રોગચાળામાં સપડાયા છે. આવી સંખ્યા 3 હજારથી ઓછી નથી.
પત્રકારોને કોરોના વોરીયર્સ તરીકે ગણીને કેન્દ્ર સરકાર અને દેશની બીજી સરકારોએ રાહત પેકેજ જાહેર કરેલા છે. ગુજરાત સરકારે કર્યું નથી. તેથી પત્રકારોની લાગણી છે તે ગુજરાતની વિજય રૂપાણીની સરકાર આ અંગે ઉદાર મન રાખી સહાય જાહેર કરે. તે માટે કેન્દ્ર સરકાર અને રાજસ્થાન સરકારને મોડેલ બનાવી શકે છે.
કોવીડ 19ના રોગચાળામાં અહેવાલો અને લેખો લખી જાગૃત્તિનું કામ કરતાં ગુજરાતમાં ઘણાં પત્રકારોના અવસાન થયા છે. પત્રકારોએ સામૂહિક રીતે એકઠી કરેલી વિગતોમાં આવા 52 પત્રકારોના અવસાન થયા હોવાનું જણાયું છે. હજું તેના કરતાં ઘણાં વધું પત્રકારોના અવસાન થયા હોવાની શક્યતા છે. પત્રકારો માને છે કે, ફિલ્ડમાં કામ કરતાં તમામ સ્વ. પત્રકારોને આવરી લેવા જોઈએ.
માત્ર સરકાર માન્ય પત્રકારો જ નહીં પણ તંત્રી લખી આપે એવા પત્રકારોને પણ સહાય આપવી જોઈએ.

માહિતી ખાતા દ્વારા 33 જિલ્લા અને 8 શહેરોમાં કોરોનાથી અવસાન પામેલા પત્રકારોની સત્તાવાર વિગતો મેળવવી જોઈએ. જે પત્રકારોએ કોરોનાની તબીબી મદદ કે સારવાર કે સર્જરી કરાવેલી હોય તે તમામને રાજ્ય સરકાર ઉદાર હાથે મદદ કરવી જોઈએ એવું મોટાભાગના પત્રકારો માને છે. પત્રકારોના કોરોનાથી મોત સંદર્ભે માહિતી એકત્ર કરવામાં કિરીટ ગણાત્રા, દિલીપ પટેલ, હરિ દેસાઈ, ઈશુદાન ગઢવી, શ્યામ પારેખ, ધીમંત પુરોહીત, વિક્રમ વકિલ, ભાર્ગવ પરીખ અને ગોપી મણીયારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!