વલસાડ
વલસાડ શહેરમાં બિનજરૂરી દુકાન ચાલુ રાખનાર સામે પોલીસ જાહેરનામા ભંગનો કેસ કરી રહી છે કેટલાક દુકાનદારોએ હજુ સુધરવાનું નામ લેતા નથી દુકાનનું શટર બંધ કરીને ધંધો કરી રહ્યા છે વલસાડના શાકભાજી માર્કેટ આંબેડકર શોપિંગ સેન્ટરમાં મુસ્કાન જનરલ સ્ટોર ના સંચાલક બેચર રોડ સોનમ એપાર્ટમેન્ટમાં રહેતા લિયાકત અલી મિર્ઝા શેખ. આંબેડકર શોપિંગ સેન્ટરમાં જ મહેશ પાન સેન્ટર નો સંચાલક મોગરાવાડી કોટેશ્વર નગરમાં રહેતા મહેશભાઈ પ્રભુભાઈ ભંડારી. વલસાડના એમ.જી.રોડ રજવાડી સ્ટોરની સામે અભિનંદન સાડી સેન્ટર નો સંચાલક ટીવી રીલે કેન્દ્ર પાસે રહેતા મનોજ શાંતિલાલ ટેલર. વલસાડ શાકભાજી માર્કેટ વખારિયા હોલ ની સામે ગણેશ ભૂવન નામની હોટેલના સંચાલક પારડી સાઢપોર મહાદેવ નગરમાં રહેતા કૈલાશભાઈ બાલૂજી પ્રજાપતિ તમામ દુકાનદારો દુકાન બંધ કરીને અંદરખાને વેપાર કરતા હોય પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઇ ગયેલા હોય જેથી એમની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે વલસાડ સીટી પોલીસે ૧૫ કેસ રૂરલ પોલીસ 18 કેસ રેલવે પોલીસે 3 કેસ ડુંગરી પોલીસ 20 કેસ નોંધાયા છે
વલસાડમાં કપડાની દુકાન પાનનો ગલ્લો જનરલ સ્ટોર ચાલુ રાખનાર સામે પોલીસ ફરિયાદ
