ગરીમા સન્નારી સર્વ સેવા સહયોગ દ્વારા ફાગોત્સવ યોજાયો: જુદા જુદા પ્રાંતમાં થતી પરંપરાગત હોળીની નૃત્ય કૃતિ રજૂ કરાઇ

ગુજરાત એલર્ટ । સુરત
સુરતમાં મહિલાના ઉત્થાન માટે 20 વર્ષથી કાર્યરત એવી સેવાભાવી સંસ્થા ગરીમા સન્નારી સર્વ સેવા સહયોગ દ્વારા હોળીની ઉજવણી માટે ફાગ ઉત્સવનું આયોજન કર્યું હતુ. જેમાં સંસ્થાની બહેનો દ્વારા વિવિધ પ્રાંત(રાજ્યો)માં થતી હોળીની વિશેષ કૃતિઓ રજૂ કરી હતી. બહેનોએ ગુજરાત, પંજાબ, ઉત્તરપ્રદેશ, મણીપુરી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પારંપરાગત રીતે ઉજવાતી હોળીની કૃતિઓ તૈયાર કરી હતી. તમામ કૃતિઓ ગુજરાતી બહેનો દ્વારા રજૂ થઇ હતી અને જે જે પ્રાંતની ભાષામાં ગાઇ તેના પર સુંદર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ મેઘાવી પારેખ દ્વારા કરાયું હતુ.

કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી સુકન્યાબેન પટેલ, વાઇસ પ્રેસિડન્ટ હેમા એન્જિનિયર, સેક્રેટરી સોનલ શેઠ અને ટ્રેઝરર રૂપલબેન દલાલે પણ ખાસ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સંસ્થા દ્વારા આવા સાંસ્કૃતિક કાર્યક્રમ સિવાય ગરીબ દિકરીઓને અભ્યાસ માટે સહાય તેમજ પ્રવાસ કાર્યક્રમનું પણ આયોજન કરતા હોય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!