અતુલ ક્લબ ખાતે ઓપન ગુજરાત બેડમિન્ટન ટુર્નામેન્ટ અંડર-૧૯નો પ્રારંભ

ગુજરાત એલર્ટ | વલસાડ
બલસાર ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશન અને અતુલ ક્લબના સંયુક્ત ઉપક્રમે “યોનેક્સ સનરાઈઝ ઓપન ગુજરાત – મેજર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટ અંડર-૧૯ બોયઝ એન્ડ ગર્લ્સ-૨૦૨૬” નું આયોજન તા. ૧ જુલાઈથી તા. ૫ જુલાઈ, ૨૦૨૬ સુધી અતુલ ક્લબ ખાતે કરવામાં આવ્યું છે.
બલસાર ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખશ્રી અર્ચનાબહેન, શ્રી વિવેક ગદરે અને શ્રી નિમિષ વશીનાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો શુભારંભ થયો હતો. ટુર્નામેન્ટમાં એડવોકેટ ધર્મિન દેસાઈ, અક્ષય રાણા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પી. સત્યનારાયણ અને થોમસ પી. સૂરતી રેફરી સાથે અમ્પાયરની ટીમ, બેડમિન્ટનના ખેલાડીઓ અને ટુર્નામેન્ટના આયોજક શ્રી વિવેક દેસાઈની હાજરી પ્રોત્સાહક બની હતી.
સમગ્ર ગુજરાતના અગ્રણી બેડમિન્ટન ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. અંડર-૧૯ બોયઝ સિંગલ્સ, બોયઝ ડબલ્સ, ગર્લ્સ સિંગલ્સ, ગર્લ્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની મેચો ૫ દિવસ દરમિયાન રમાવવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!