ગુજરાતી મીડિયામાં ન્યૂઝ કેપિટલે ગુરુવારથી નવા અધ્યાયનો આરંભ કર્યો

ગુજરાત એલર્ટ । અમદાવાદ
ગુજરાતના દરિયાકિનારાના ઘૂઘવાટથી મંદિરોના રણકાર સુધી, ન્યૂઝકેપિટલ સંસ્કૃતિની સુવાસ ફેલાવતું રહેશે. ગુજરાતની પ્રગતિને બળ આપશે અને તમામ નકારાત્મક સમાચારો પર ફુલસ્ટોપ મૂકશે. અહી સચોટ તથ્યો સાથેના માત્ર વેરિફાઇડ ન્યૂઝ જ હશે. ન્યૂઝ કેપિટલમાં જોવા મળશે ખાસ કાર્યક્રમો. સવારે 6 વાગ્યે પદ્મશ્રી દાજી સાથે ભક્તિમય પ્રોગ્રામ પંચામૃતથી દિવસની મંગળમય શરૂઆત થશે. સવારે સાત વાગ્યે આપના માટે હશે તાઝા સમાચાર. સવારે સાડાઆઠ વાગ્યે ઓપનિંગ કેપિટલમાં તમારા હિસ્સા અને ખિસ્સા એટલે કે નાણાંકીય બજારની વાત કરીશું. સ્પીડ ન્યૂઝમાં સમાચારોની ફટાફટ રજૂઆત પણ થશે. રાત્રે આઠ વાગ્યે અમે રજૂ કરીશું ન્યૂઝ કેપિટલના એડિટર જનક દવેનો ખાસ કાર્યક્રમ ફૂલસ્ટોપ. એ સિવાય રાત્રે નવ વાગ્યે અમારો ખાસ પ્રોગ્રામ હશે પ્રાઇમ ટાઇમ વિથ જિગર. જ્યાં અમારા અનુભવી પત્રકાર ઓગમેન્ટેડ રિયાલિટીથી સમાચારોની એક નવી જ રજૂઆત કરશે. રાત્રે સાડા નવ વાગ્યે અમે વિશેષ પ્રોગ્રામ કવર સ્ટોરી રજૂ કરીશું. જેમાં તમારા માટે ખાસ મુદ્દાની અમે સંપૂર્ણપણે છણાવટ કરીશું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!