નવસારી જિ. પં.માં 27 બેઠકો પર ભગવો લહેરાયો: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળતા સ્પર્ધામાં પાછળ રહી

ગુજરાત એલર્ટ | નવસારી
નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામ મુજબ કુલ 30 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે 27 બેઠકો કબજે કરી જિલ્લા પંચાયત પર સત્તા હાંસલ કરી છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળતા સ્પર્ધામાં પાછળ રહી છે. જિલ્લામાં અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનું પણ નોંધપાત્ર રહ્યું છે, જે ભાજપની મજબૂત સંગઠન શક્તિ દર્શાવે છે.
ચૂંટણી પરિણામમાં મહુવર બેઠક પર રાહુલ પટેલે 17,617 સૌથી વધુ મત મેળવ્યા હતા. જ્યારે ગણદેવા બેઠક પર તુષાર પટેલે 14,315 મત સાથે જીત મેળવી હતી. કુકેરી બેઠક પર ડૉ. નેહા પટેલે 11,862 મત મેળવી જીત મેળવી હતી અને ખેરગામ બેઠક પર મોહિની પટેલે 11,713 મત સાથે વિજય મેળવ્યો હતો.
ખાટાઆંબા બેઠક પર નિકુંજ ગાંવિત (કોંગ્રેસ)એ 11,565 મત મેળવી જીત નોંધાવી હતી, જ્યારે સાતેમ બેઠક પર ટીનેશ નાયકાએ 11,157 મત મેળવી જીત મેળવી હતી. સીસોદ્રા બેઠક પર શીલા નાયકાએ 11,087 મત મેળવી જીત મેળવી હતી અને વાંગણ બેઠક પર કરસન પટેલે 10,937 મત મેળવી વિજય મેળવ્યો હતો.
સરીબૂજરંગ બેઠક પર મનીષ પટેલે 10,677 મત મેળવી જીત મેળવી હતી, બારતાડ બેઠક પર હિમત પટેલે 10,761 મત મેળવી જીત નોંધાવી હતી અને વાઝણા બેઠક પર નલિન પટેલે 10,500 મત મેળવી વિજય મેળવ્યો હતો. વાંદરવેલા બેઠક પર કેશવ પટેલ (કોંગ્રેસ)એ 10,199 મત મેળવી જીત મેળવી હતી જ્યારે સાદકપોર બેઠક પર કૌશિક પટેલે 9,996 મત મેળવી વિજય મેળવ્યો હતો. આછવણી બેઠક પર હેતલ આહીરે 9,654 મત મેળવી જીત નોંધાવી હતી અને ચાપલધરા બેઠક પર રમીલા પટેલ (કોંગ્રેસ)એ 9,318 મત મેળવી જીત મેળવી હતી. આમ સમગ્ર ચૂંટણી પરિણામમાં ભાજપે એકતરફી પ્રભુત્વ સ્થાપિત કરી નવસારી જિલ્લા પંચાયત પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!