નવસારી ભાજપ દ્વારા પ્રભારીઓ અને મોરચા સંગઠનોનાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ: ખેરગામના મુસ્તાન, ચિંતન, વિજય સહિત અનેકને મળ્યાં હોદ્દા

ખેરગામ
નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના મહામંત્રી જીગ્નેશ નાયક દ્વારા ૨૮ મેના રોજ જે મોરચાના ત્રણ ત્રણ નામ જાહેર કર્યા હતા. તેમાં વધ-ઘટ કરી આજે આખરી યાદી બહાર પાડવામાં આવી છે.
અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખપદે અરવિંદભાઈ ગરાસીયા સાથે ૧૪ સભ્યો, અનુસૂચિત જાતિ મોરચામાં ૧૫ સભ્યોમાં નિલેશ ઘોઝલે પ્રમુખ છે. જેમાં ખેરગામને બાકાત રખાયું છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ શૈલેષ માળી સાથે 15 ની નિમણૂક થઈ છે. જેમાં ખેરગામના ઉત્સાહી તરવરીયા યુવાન ચિંતન લાડને મંત્રી પદ મળ્યું છે. લઘુમતી મોરચાના પ્રમુખપદે ઈદ્રીશ ગુલામ તાઈ સાથે ૧૫ સભ્યો છે. જેમાં ખેરગામના મુસ્તાનસિર વ્હોરા ત્રીજીવાર મહામંત્રી નિમાયા છે. કિસાન મોરચાના પ્રમુખ પદે દીપક દેસાઇની સાથે 14 સભ્યો છે જેમાં પણંજ- ખેરગામના આશિષ (શંભુ) દેસાઈ ઉપપ્રમુખ બન્યા છે.યુવા મોરચાના પ્રમુખ સાથે બે મહામંત્રીની બાદબાકી થઇ છે. અને પ્રમુખ તરીકે મહાદેવ નાયક સાથે 12 જણાની જાહેરાત થઇ છે. જેમાં ખેરગામ તાલુકાના વિજય રાઠોડને કાર્યાલય મંત્રીપદ સોંપ્યું છે.
મહિલા મોરચાના પ્રમુખ પદે ચેતના પરિમલ દેસાઈ સાથે 14 નારીઓ છે જેમાં ખેરગામ- નાધઈ મંદિર ફળીયાના અંબાબેન ધીરુભાઈ પટેલ મંત્રી બન્યા છે. નવસારી જિલ્લા મંડળ સહ સંગઠન પ્રભારી તરીકે ૧૮ ની નિમણૂક થઈ છે. જેમાં મહિલા મોરચાના પ્રભારી સીમા શાહ, કિસાન મોરચાના રાકેશ દેસાઇ, અનુસૂચિત જનજાતિના નવનીત પટેલ, અનુસૂચિત જાતિના રાજેશ ધૂમડીયા, લઘુમતીના બૉમી જાગીદાર અને બક્ષી જાતિ માટે જગદીશ પટેલની નિમણૂક થઈ છે. જ્યારે ખેરગામ તાલુકાના પ્રભારી તરીકે મહેશ ગામીત અને પ્રકાશ પાટીલ નિમાયા છે. ખેરગામ તાલુકા મંડળ મીડિયા સેલના કન્વીનર તરીકે મુકેશ દેસાઈ અને સહકન્વિનર ધવલ પટેલ બન્યા છે.

મહિલા મોરચામાં મંત્રી બનેલા નાંધઈના અંબાબેન સરપંચ તરીકે લોકપ્રિય

મહિલા મોરચામાં મંત્રીપદે નાંધઈના નિયુક્ત થયેલ અંબાબેન ધીરુભાઈ પટેલ સને ૨૦૦૬-૧૧ના પ્રજા પ્રિય સરપંચ બન્યા હતા. તેણીની શ્રેષ્ઠ પંચાયતી કામગીરીને લીધે ૨૦૧૦-૧૧ નો ગુજરાત સરકારનો સ્વર્ણિમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. તેણી ૧૯૭૫થી ભાજપના સક્રિય કાર્યકર છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!