ગુજરાત એલર્ટ | વલસાડ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વલસાડની ટીમ દ્વારા વલસાડ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી હેતલબેન જીતેશભાઈ પટેલની જિલ્લા પંચાયત કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાસંઘના પ્રતિનિધિઓએ શ્રીમતી હેતલબેન પટેલને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકેની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
મુલાકાત દરમિયાન શિક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ, શિક્ષકોના પ્રશ્નો, શૈક્ષણિક ગુણવત્તાના વિકાસ તેમજ શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે સકારાત્મક અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ પોતે પણ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી શિક્ષણના વિકાસ અને શિક્ષકોના હિતના વિષયો પ્રત્યે તેમણે વિશેષ રસ દર્શાવ્યો હતો.
બંને પક્ષો વચ્ચે શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. મુલાકાતનું વાતાવરણ અત્યંત સૌહાર્દપૂર્ણ અને હકારાત્મક રહ્યું હતું.
આ શુભેચ્છા મુલાકાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વલસાડના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
