કપરાડાના ધારાસભયશ્રી જીતુભાઈ ચૌધરીએ વિકાસના કામોનું નિરીક્ષણ કર્યુ: ભૂગર્ભ જળસ્તર ઉપર આવે તે માટે ચેકડેમ અને વિયર કોઝવેના ૩૦ કામો ચાલી રહ્યા છે

ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ તેમના વિધાનસભા વિસ્તારના થઈ રહેલા વિવિધ વિકાસ કામો પૈકી ચેકડેમ અને વિયર કોઝવેનું નિરીક્ષણ કર્યું હતું.
હાલમાં કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં અંદાજિત ૨૮ થી ૩૦ જેટલા મોટા ચેકડેમો અને વિયર કામ કોઝવેના કામો પ્રગતિ હેઠળ છે. વરસાદી મોસમ પહેલાં તમામ કામો પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ઝડપી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ જળસંચય પ્રોજેક્ટો પૂર્ણ થતાં વરસાદી પાણીનો વિશાળ પ્રમાણમાં સંગ્રહ શક્ય બનશે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે તેમજ કૂવો, બોરીંગ અને અન્ય જળસ્ત્રોતોમાં પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે. ખેડૂતોને શિયાળો અને ઉનાળાની ઋતુ દરમિયાન પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થશે, એમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!