વલસાડ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા વિવિધ જાહેર સ્થળોની સફાઈ દ્વારા કાયાપલટ કરાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પાંચ નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અભિયાન રવિવારે પણ ચાલુ રહ્યું હતું. વલસાડ નગરપાલિકા દ્વારા તિથલ સ્વામિનારાયણ મંદિર, સાઈબાબા મંદિર, અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર, વાપી નગરપાલિકા દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. જેમાં પાલિકા પ્રમુખ કશ્મીરા હેમલ શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઇ, આરોગ્ય ચેરમેન સુરેશ પટેલ અને વિવિધ સમિતીના ચેરમેન તથા વોર્ડના સભ્યો તેમજ વાપી પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ધરમપુર પાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને NGO એ પ્રવાસન સ્થળો તેમજ સોસાયટીની સફાઈ હાથ ધરી હતી. પારડી નગરપાલિકા, ભારતીય જનસેવા સંસ્થાન અને નગરપાલિકાના માજી સદસ્યો દ્વારા ઐતિહાસિક કિલ્લો તેમજ ધાર્મિક સ્થળ વેજનાથ મહાદેવ મંદિર અને સરદાર વલ્લભભાઈ ઉદ્યાન સિવાય બાલાખાડી, સ્વાધ્યાય મંડળ, ચીવલ રોડ, તળાવની પાળ અને ભેંસલાપાડા વિસ્તારમાં માં બે કલાક દરમિયાન શ્રમદાન આપી સહયોગ આપવામાં આવ્યો હતો. જેમાં ૨૩ સફાઈ કામદારો સાથે ૬૦ નગરજનો પણ જોડાયા હતા. આ સફાઈમાં કુલ ૬.૮ ટન કચરાનો નિકાલ કરાયો હતો. ઉમરગામ પાલિકા દ્વારા ઉમરગામ બીચની સફાઈ કરાઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!