મોટિવેશન: વલસાડમાં કોરોના દર્દીઓને સેવા આપનારાં ૨ યુવાનો કોવિડ પોઝિટિવ થયાં છતાં સેવા અટકી નહીં

કિશોર પટેલ અને બુરહાન ટેલર પોઝીટીવ થવા છતાં પણ અન્ય કાર્યકર્તાઓ દ્વારા કોરોના દર્દીઓની સેવા ચાલુ રાખી હતી. 

વલસાડ
કોવિડની બીજી લહેરમાં મહત્તમ દર્દીઓને ઓક્સિજન લેવલ ઓછું થતા એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂરિયાત ઉભી થતી હતી અને વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં કોવિડના બેડ ફૂલ થઈ ગયા પછી પણ વલસાડમાં તેમજ વલસાડના અન્ય ગામોમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયા હોય તેવા ઘણા દર્દીઓની બુમ પડી રહી હતી ત્યારે વલસાડ મુસ્લિમ સમાજ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન અને મુસ્લિમ કોમ્યુનિટી નેટવર્ક, આલીપોર દ્વારા વલસાડ જિલ્લામાં ઘરે ઘરે જઇને ઓક્સિજનની બોટલ ચડાવીને દર્દીઓનું ઓક્સિજન લેવલ મેન્ટેઇન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમુક ક્રિટિકલ કિસ્સામાં દર્દીનું ઓક્સિજન લેવલ 38 પર મળ્યું તો અમુક ઓક્સિજન લેવલ 74 પર મળ્યું હતું. આવા સંજોગોમાં ડો. એમ.એમ. કુરેશી (એમ.એસ), ડો. મૃણાલ દેસાઈ (એમ.ડી)ની સલાહ સુચન લઈને ઓક્સિજન આપ્યો હતો. તેમજ આ દર્દીઓને વલસાડ સિવિલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં તેમજ વાપી , નવસારી, સુરતની હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતાં. સારવાર દરમ્યાન આ દર્દીઓનું હોસ્પિટલોમાં મૃત્યુ થઈ ગયું હોય તેવા કિસ્સામાં એમને હોસ્પિટલથી અંતિમયાત્રા સુધીની સેવા આપી બીજી લહેરમાં 24 કલાક રાત દિવસ જોયા વગર આ સેવા પૂરી પાડી હતી.
આ સેવા દરમ્યાન બે કાર્યકર્તા કિશોર પટેલ અને બુરહાન ટેલર
પોઝીટીવ થવા છતાં પણ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આ સેવા ચાલુ રાખી હતી. આ સેવા વલસાડના ડો. એમ.એમ કુરેશી અને ડો. મૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઢળ બુરહાન ટેલર, હમઝા સૈયદ, સમીર બેલીમ, નવાઝ ફુલારા, તલ્હા મુલ્લા, ઇકબાલ કુરેશી, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના હુસેન બેલીમ, કિશોર પટેલ, સ્મિતા પટેલ, મુનાવર શેખ, નવીન પટેલ તેમજ આલીપોરના સઈદભાઈ લુનાત, જાવેદભાઈ ખાન તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વાંસદા સિવિલ હોસ્પિટલમાં જ્યારે ઓક્સિજનની બોટલની અછત થઈ ત્યારે 1 અઠવાડિયા માટે જમ્બો સિલિન્ડર 1 દર્દીને આપ્યો હતો. ઉપરાંત રેલવે હોસ્પિલને કોવિડ હોસ્પિટલ બનાવ્યું તેમાં બે જમ્બો સિલિન્ડર આપ્યા. વલસાડ શહેરમાં આશરે 200 દર્દીઓને તેમજ આલીપોર તેમજ અન્ય ગામોમાં 300 થી વધુ દર્દીને ઘરે જઈને ઓક્સિજનના બાટલા ચઢાવી સરાહનીય સેવા કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!