દમણમાંથી UK-21 વીઝા માટે બોગસ પાસપોર્ટ બનાવવાનો પર્દાફાશ: વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવામાં દમણના બે ની ધરપકડ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા ભાવિક ફ્રાન્કવીર અને પ્રજ્ઞેશ ફ્રાન્કવીરે પોતાના નવા પાસપોર્ટ મગરવાડા (મોટી દમણ) ખાતે રહેતા વ્યક્તિઓને UK-21 વિઝા મેળવવા માટે સોંપ્યા હતા, જેના આધારે આગળ ગેરકાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ આરોપીઓએ દમણમાં કાર્યરત એજન્ટોના સંપર્કમાં આવી ખોટા નામ અને સરનામાના દસ્તાવેજો તૈયાર કરાવી સુરત પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ સંબંધિત પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ગુનાહિત પ્રવૃત્તિ સામે આવતા વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ મામલે પોલીસે મગરવાડા, મોટી દમણ ખાતે રહેતા પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો રાયચંદ પટેલ અને ભાવિક રાયચંદ પટેલને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન ખુલ્યું કે બંને આરોપીઓ દમણથી ખોટા દસ્તાવેજોના પાસપોર્ટ બનાવી વિઝા મેળવવાની પ્રક્રિયામાં સંડોવાયેલા હતા. SOG ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વાપી GIDC વિસ્તારમાંથી આરોપીઓને શોધી કાઢી ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યુ કે તેઓએ દમણ સ્થિત એજન્ટોની મદદથી “UK-21” વિઝા મેળવવાના હેતુથી આ ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!