અતુલ ખાતે 16 મો ઉલ્હાસ કપ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એમ.કે મહેતા હાઇસ્કૂલ(ઉંમરગામ)ની ટીમ વિજેતા

ગુજરાત એલર્ટ | વલસાડ
ઉલ્હાસ જીમખાના અતુલ આયોજીત (U-19) ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટ (વલસાડ જિલ્લા) ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાનાના જનરલ સેક્રેટરી શ્રી જે. ડી. પટેલે જણાવ્યું હતું કે તારીખ 10/11/2025 થી 20/11/2025 સુધી ચાલેલ આ ટૂર્નામેન્ટ માં વલસાડ જિલ્લા ની 16 ટીમો જેવી કે કલ્યાણી શાળા(અતુલ), ફેલોશીપ હાઇસ્કૂલ(વાપી), એમ.ડી.ડી આઇ. હાઇસ્કૂલ(ઉંમરગામ), આર.એમ.વી.એમ. હાઇસ્કૂલ(વલસાડ), સેન્ટ જોસેફ હાઇસ્કૂલ(વલસાડ), નિલકંઠ એકેડમી ગુરૂકુલ હાઇસ્કૂલ(ધરમપુર), બી.આર. જે.પી. હાઇસ્કૂલ(પારડી), સી.આર.દેસાઇ મારૂતિ હાઇસ્કૂલ (અબ્રામાં), એમ.કે.મહેતા હાઇસ્કૂલ.(ઉંમરગામ), શેઠ.આર.જે.જે.હાઇસ્કૂલ.(ઇ.એમ.)વલસાડ, પોદારવર્લ્ડ હાઇસ્કૂલ(વાપી), ડી.સી.ઓ.હાઇસ્કૂલ(પારડી), વિદ્યાનિકેતન હાઇસ્કૂલ(વાપી), જૈન ઇન્ટરનેશનલ હાઇસ્કૂલ(જુજવા), બી.એ.પી.એસ હાઇસ્કૂલ(અબ્રામાં) તે પૈકી ફાઇનલ મેચ એમ.કે.મહેતા હાઇસ્કૂલ(ઉમરગામ) અને એમ.ડી.ડી આઇ. હાઇસ્કૂલ (ઉંમરગામ) વચ્ચે રમાઇ હતી. તેમાં એમ.કે.મહેતા હાઇસ્કૂલ નો વિજય થયો હતો, એમ.કે.મહેતા સ્કૂલનાં કેપ્ટન પ્રભાત ચૌહાણે પ્રથમ બેટીંગ લેતા નિર્ધારીત 20 ઓવરમાં ૩ વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા. જેના જવાબમાં એમ.ડી.ડી આઇ. હાઇસ્કૂલનાં કેપ્ટન શ્રી રામ માછી ની ટીમ માત્ર 75 રનમાં ઓલ આઉટ થઇ હતી. મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ ના બન્ને ઇનામો એમ.કે.મહેતા હાઇસ્કૂલ નાં ખેલાડી શ્રી પ્રભાત ચૌહાણ નાં ફાળે ગયા હતાં અને બેસ્ટ બોલર તરીકેનું ઇનામ રવિન્દ્ર સિંગ ને મળ્યું હતું. ઉપવિજેતા તરીકે આવેલ એમ.ડી.ડી.આઇ. હાઇસ્કૂલની ટીમ નાં ખેલાડી શ્રી રીધમ સાગરને બેસ્ટ બેટ્સમેન તથા, બેસ્ટ ફીલ્ડર તરીકેનું ઇનામ અમન ચોરસીયા ને મળ્યું હતું. U-19 સ્કૂલ કમિટીનાં મેમ્બર શ્રી હોમિયાર કાસદ, કમલસર, સુંદરભાઇ પસ્તાગીયા,વિજય પટેલ,મિનેષ પટેલ, સાથે ઉપસ્થિત દિપક દેસાઇ,સુનિતાબેન પટેલ, માલતીબેન બારોટ, માજી ક્રિકેટર સાબીર કદમ,વિષ્ણુ પટેલ સ્પોર્ટ્સ ટીચર અજય માછી,અભિ શર્મા માજી રણજી ટ્રોફી પ્લેયર કિરણ ટંડેલ,ભાવેશ બારીયા, હાલનાં રણજી ટ્રોફી પ્લેયર તેજસ પટેલ,ઉલ્હાસ જનરલ સેક્રેટરી શ્રી જે ડી પટેલ, કમલ સર નાં શુભ હસ્તે વિજેતા/ઉપવિજેતા ટીમો ને મેડલ, રોકડ પૂરસ્કાર તથા ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.
ટૂર્નામેન્ટ માં ભાગ લેનાર સ્કૂલોની ટીમોનો ઉદઘાટન તથા ઇનામ વિતરણમાં હાજર રહેનાર મહાનુભવોનો ટૂર્નામેંન્ટ માં વધુ યોગદાન આપનાર શ્રી દેવદત્ત દેસાઇ (USA), શ્રી શાહીન ઘારી(UK), શ્રી સુંદરભાઇ પસ્તાગિયા, શ્રી નરેન્દ્ર્ભાઇ ટંડેલ(કોસંબા)નો કમલસરે અંત: કરણ પૂર્વક આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!