ગુજરાતમાં લોકસભા ચૂંટણી 7 મે ના રોજ યોજાશે: દેશમાં 7 તબક્કામાં મતદાન: પરિણામ 4 જૂને આવશે

ગુજરાત એલર્ટ । નવી દિલ્હી
દેશના ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. આ સાથે ત્રીજા તબક્કાનું 7 મે, ચોથા તબક્કાનું 13 મેના રોજ યોજાશે. આ સાથે પાંચમાં તબક્કાનું મતદાન 20 મે, તે સાથે છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને આ સાથે અતિંમ તબક્કો એટલે કે સાતમાં તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે.
આ તમામના પરિણામ 4 જૂને જાહેર થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શક્ય તેટલા વધુ મતદારોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે?
ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મહત્વનું રાજ્ય છે. જ્યાં લોકસભાની 26 બેઠકો છે. આ રાજ્યમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો અહીં 7 મેના રોજ મતદાન થશે એટલે કે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. તેમજ લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશમાં હશે. પરિણામ 4 જૂને જાહેર થશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!