ખેરગામ કૉલેજના N.S.S. ના ૨ સ્વયંસેવકો ઓડીસ્સા ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪માં ભાગ લેશે

ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામના સરસીયા ફળિયા ખાતે આવેલી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૨૨/૦૩/૨૦૨૪ દરમિયાન ફકીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે. એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફકીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૨૨/૦૩/૨૦૨૪ દરમિયાન રાષ્ટ્રીય એકતા શિબિર (National Integrational Camp)-૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, પંજાબ, હિમાચલપ્રદેશ, હરિયાણા, આસામ, અરુણાચલપ્રદેશ, મણીપુર, તેલંગાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર, કેરલ વગેરે વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ શિબિરમાં ખેરગામની સરકારી કૉલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલની પસંદગી થઈ છે, જે સમગ્ર કૉલેજ પરિવાર માટે ગૌરવની બાબત છે. આ સ્વયંસેવકો રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪માં ભાગ લઈ સમગ્ર ખેરગામ તાલુકા, નવસારી જિલ્લા, VNSGU યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, તેમજ આદિજાતી પંથકમાં આવેલ ખેરગામની સરકારી કૉલેજને ગૌરવ અપાવશે, જે બદલ કૉલેજના આચાર્ય ડૉ.એસ.એમ.પટેલ, પ્રોગ્રામ ઓફિસરો ડૉ.યોગેશ ટંડેલ, પ્રા.અમિત પટેલ અને પ્રા.મેહુલ પટેલ તથા સમગ્ર કૉલેજ પરિવાર તેમની ભાવી કારકિર્દી ઉજ્જવળ બને તે માટે તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓની સાથે ધન્યવાદ પાઠવ્યા હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!