ડાંગ જિલ્લા માટે સારા સમાચાર : એક પણ નવો કેસ નહિ, સાત દર્દીઓને રજા અપાઈ : એક્ટિવ કેસ ૩૧

આહવા
ડાંગ જિલ્લા માટે ‘કોરોના’ ને લઈને આજે પણ સારા સમાચાર આવ્યા છે. આજે સતત બીજા દિવસે એક પણ નવો કેસ જિલ્લામા નોંધાયો નથી. જેની સામે સાત દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર અગાઉ જિલ્લામા કુલ ૬૮૩ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૬૫૨ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૩૧ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

એક્ટિવ કેસો પૈકી ૨ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૧ દર્દી કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે, અને ૨૮ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૪૯૭ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૮૮૭ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામા આજની તારીખે કુલ ૩૫ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૧૦૯ ઘરોને આવરી લઈ ૪૪૬ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૩૪ બફર ઝોન (એક્ટિવ)મા ૨૧૩ ઘરોને સાંકળી લઈ ૮૯૩ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૪૩ RT PCR અને ૧૧૮ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૬૧ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૪૩ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૫૦,૩૫૫ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૯,૬૨૯ નેગેટીવ રહ્યા છે.

વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૧૦ (૮૫ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૨૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૪૩૭ (૪૫+) ૪૯ ટકા નાગરિકો મળી કુલ ૩૫૪૭૬ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ ૨૮ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!