ગુજરાત એલર્ટ | વલસાડ
બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ ૯૮.૭૮ કરોડથી વધુ થાપણદારોને તેમની રકમ પાછી મેળવવા માટે અહીંના ઈચ્છાબા અનાવિલ વાડી હોલ ખાતે ગુરુવારે (તા. ૧૬) સવારે ૧૦ વાગ્યે એક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે.
નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મહામેળાવડામાં જે લોકોના દાવા વગરના નાણાં બેંકમાં પડ્યા છે, તેવા તમામ લોકોએ ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં ૧ ઓક્ટોબર ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં, છેલ્લા દસ વર્ષથી વ્યવહાર ન થયેલા ખાતાઓમાં જમા રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં સ્થાનાંતરિત કરવામાં આવેલી છે. ઘણા લોકો અજ્ઞાનતાને કારણે અથવા મૃત વ્યક્તિના નાણાં પાછા મેળવવા માટે પ્રયત્ન કરતા નથી. પરિણામે, તેમના નાણાં ભારતીય રિઝર્વ બેંકના DEAF ફંડમાં જમા થઈ જાય છે.
આ મેળાવડામાં, જે થાપણદારોએ યોગ્ય દાવો કર્યો છે અને યોગ્ય કાગળપત્રો સંબંધિત બેંકમાં જમા કરાવ્યા છે, તેવા તમામ થાપણદારોને તેમની રકમ પાછી મેળવી શકે છે અથવા તેમના વારસદાર તે રકમ મેળવી શકે છે.
આ યોજનાનો લાભ લેવા માટે, અગ્રણી બેંક વલસાડ જિલ્લા દ્વારા લોકોને અપીલ કરી છે.
