ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વલસાડના ધરમપુર રોડ પર અબ્રામા ખાતે ધરમપુર ચોકડી નજીક આવેલી જોધપુર સ્વીટસમાં તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર બી.કે.પટેલ દ્વારા સ્ટ્રોબેરી બરફી અને કચોરીના નમૂના લેવામાં આવ્યા હતા જે પૃથ્થકરણ અર્થે રાજકોટ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જોધપુર સ્વીટ્સ દુકાનમાં કચોરી અને સમોસા તળવાના તેલનું TPC 34.5% આવતા આશરે 6.5 લીટર તળેલા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે પાંચ કિલો બેકરી પ્રોડક્ટસનો નાશ કરવામાં આવ્યો હતો. જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
