વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નો તા. ૧૯ જાન્યુ.થી પ્રારંભ થશે

ગુજરાત એલર્ટ । વલસાડ
ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૨૦૨૩-૨૪ ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન વલસાડ જિલ્લામાં કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રસ્સાખેંચ, શુટીંગ બોલ અને એથ્લેટીક્સ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રસ્સા ખેંચમાં વય જુથ અંડર ૧૭, ઓપન એઈજ અને ૪૦-૬૦ વર્ષથી ઉપર છે. જે તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે ભાઈઓ અને બહેનો માટે યોજાશે.જેના સહકન્વીનર મુકેશ પટેલ છે. જેનો ફોન નં. ૯૫૮૬૧-૬૦૨૫૦ છે. શુટીંગ બોલમાં વય જુથ ઓપન એઈજ અને ૪૦ વર્ષથી ઉપરની છે. જે માત્ર ભાઈઓ માટે જ તા. ૨૦ જાન્યુ.ના રોજ ઉમરગામના સોળસુંબા ખાતે શ્રી એમ.કે.મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાશે. જેના સહ કન્વીનર અજય માછી છે. તેમનો ફોન નં. ૯૦૪૯૬-૨૦૦૨૯ છે. એથ્લેટીક્સમાં વય જુથ અંડર-૯, ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એઈજ છે. જે તા. ૧૩ ફેબ્રુ. ૨૦૨૪ના રોજ ભાઈઓ માટે અને તા. ૧૪ ફેબ્રુ. ૨૦૨૪ના રોજ બહેનો માટે વલસાડ તાલુકાના દાંડી ગામની ડી.આર.પટેલ સ્કૂલ ખાતે યોજાશે.જેના સહ ક્નવીનર વી.એસ.ધિલ્લોન છે. તેમનો ફોન નં. ૯૬૨૪૨-૭૭૭૪૮ છે. સ્પર્ધકો માટે રિપોર્ટિંગ સમય સવારે ૧૦ કલાકે રાખવામાં આવ્યો છે. જેની નોંધ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!