તા.૧૫ જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ : વલસાડ જિલ્લો: MY Bharat દ્વારા યુવા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું, જિલ્લામાં ૫૦ હજાર યુવાનોને જોડવાનું લક્ષ્ય

ગુજરાત એલર્ટ | વલસાડ
ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને દેશની યુવા શક્તિ તેની સૌથી મોટી સંપત્તિ છે. યુવાનોને શીખવા, નેતૃત્વ કરવા, સ્વયંસેવા તથા રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે અવસર ઉપલબ્ધ કરાવવા ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ મેરા યુવા ભારત (MY Bharat) ની સ્થાપના કરવામાં આવી હતી. MY Bharat એક આધુનિક, ટેકનોલોજી આધારિત રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે, જે યુવાનોને કૌશલ્ય વિકાસ, નેતૃત્વ, અનુભવાત્મક શિક્ષણ, સ્વયંસેવા અને નાગરિક સહભાગિતાના વિવિધ અવસરો સાથે જોડે છે. તેનો હેતુ કુશળ, જવાબદાર અને સશક્ત યુવાનો તૈયાર કરવાનો છે, જે વિકસિત ભારત @2047 ના નિર્માણમાં મહત્વપૂર્ણ પૂરવાર થશે.

MY Bharat દેશના સૌથી મોટા યુવા સશક્તિકરણ પ્લેટફોર્મ પૈકી એક છે. MY Bharat પોર્ટલ પર અત્યાર સુધીમાં બે કરોડથી વધુ યુવાનો નોંધાયેલા છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો ૩૦,૦૦૦થી વધુ યુવાનો MY Bharat સાથે જોડાઈ ચૂક્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં વિશેષ નોંધણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં ૫૦,૦૦૦થી વધુ યુવાનોને નોંધણી કરાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં શાળાઓ, કોલેજો, ITI, પોલિટેકનિક, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો તથા વિવિધ સરકારી વિભાગો સક્રિય રીતે જોડાયેલા છે.

MY Bharat યુવાનોને આધુનિક યુગની જરૂરિયાતોને અનુરૂપ જ્ઞાન, કૌશલ્ય અને વ્યવહારિક અનુભવ પ્રદાન કરતા અનેક કાર્યક્રમો અમલમાં મૂકે છે. Future Youth Leaders’ Bootcamp દ્વારા યુવાનોને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, ઉદ્યોગ નિષ્ણાતો, શિક્ષણવિદો, ઉદ્યોગસાહસિકો તથા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે સંવાદ કરવાની તક મળે છે, જ્યાં તેઓ નેતૃત્વ, સંવાદ કૌશલ્ય, વ્યક્તિત્વ વિકાસ, ટીમવર્ક, નવીનતા, જાહેર વક્તૃત્વ અને કારકિર્દી આયોજન જેવા વિષયો પર માર્ગદર્શન મેળવે છે.

MY Bharat પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (Prime Minister’s Internship Scheme) સાથે યુવાનોને જોડીને અગ્રણી ઉદ્યોગોમાં વ્યવહારિક તાલીમ અને કાર્ય અનુભવ મેળવવાની તક આપે છે. Experiential Learning Programme (ELP) દ્વારા યુવાનોને સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ સાથે કાર્ય કરવાનો પ્રત્યક્ષ અનુભવ મળે છે.
Volunteer for Bharat (VFB) દ્વારા યુવાનો સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, રક્તદાન, આરોગ્ય જાગૃતિ, મતદાર જાગૃતિ અને અન્ય સામાજિક અભિયાનોમાં સ્વયંસેવક તરીકે જોડાઈ નેતૃત્વ, શિસ્ત, ટીમવર્ક અને સામાજિક જવાબદારી જેવા ગુણો વિકસાવે છે.
આ ઉપરાંત Viksit Bharat Youth Parliament, Youth Leadership Development Programmes, Yuva Aapda Mitra, નવીનતા આધારિત પડકારો અને વિવિધ રાષ્ટ્રીય અભિયાનો દ્વારા યુવાનોને લોકશાહી, સામાજિક પરિવર્તન અને ટકાઉ વિકાસમાં સક્રિય યોગદાન આપવાની તક મળે છે.

યુવા કૌશલ્ય વિકસિત ભારત @2047 ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશેઃ શ્રી આયુષ ચૌધરી
વલસાડ જિલ્લા યુવા અધિકારીશ્રી આયુષ ચૌધરીએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, MY Bharat, વલસાડ, તમામ યુવાનોને MY Bharat પોર્ટલ પર નોંધણી કરાવવા અને તેના વિવિધ કાર્યક્રમોમાં સક્રિયપણે જોડાવા માટે આહ્વાન કરે છે. MY Bharat માત્ર નોંધણી માટેનું પોર્ટલ નથી, પરંતુ શીખવા, નેતૃત્વ વિકસાવવા, કૌશલ્ય મેળવવા, સમાજસેવા કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે.
તેમણે યુવાનોને Future Youth Leaders’ Bootcamp, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, Experiential Learning Programme (ELP), Volunteer for Bharat (VFB), Viksit Bharat Youth Parliament તથા Yuva Aapda Mitra જેવા કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આજનો યુવાન આવતીકાલના ભારતનો નિર્માતા છે. MY Bharat સાથે જોડાઈ દરેક યુવાન શીખી શકે છે, નેતૃત્વ કરી શકે છે, સમાજની સેવા કરી શકે છે અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!