વલસાડના ઇતિહાસમાં પ્રથમ વખત કલર રન યોજાશે

ગુજરાત એલર્ટ|વલસાડ
વલસાડનાં ઇતિહાસમાં વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને ધુળેટી તહેવાર નિમિત્તે કલર રનનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 8મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. સાથે આ વખતે 8મી માર્ચે ધુળેટી પણ આવી છે. વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા આ તહેવાર નિમિત્તે વલસાડમાં ખાસ કલર રનનું આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 6:30 કલાકે વલસાડના સર્કિટ હાઉસથી શરૂ થશે. ફક્ત 5 કિલોમીટર રનમાં સર્કિટ હાઉસથી તિથલ રોડ ગોદાવરી બાગ અને ગોદાવરી બાગથી ફરી સર્કિટ હાઉસ સુધી આવવાનું રહેશે. ધુળેટીનો તહેવાર હોય સ્પર્ધામાં ઓર્ગેનિક કલરથી સ્પર્ધકો રંગાશે. સાથે જ ભાગ લેનારાઓને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગ ગિફ્ટમાં આપવામાં આવશે. આ સ્પર્ધા માટે કોઈ ફી રાખવામાં આવી નથી. પાંચ કિલોમીટરની આ રનને સફળ બનાવવા માટે વલસાડ રેસર્સ ગ્રુપના યુવાનો ભારે મહેનત કરી રહ્યા છે. પ્રથમ વખત યોજાયેલી કલર રનને ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડયો છે. અત્યાર સુધીમાં લગભગ 250 જેટલા રનર્સોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. પ્રથમ વખત યોજાયેલી કલર રનમાં ભાગ લેવા વલસાડવાસીઓમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!