ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણ: પીઆઇ અજીતસિંહ વાળાએ ફરી આગોતરા જામીન મૂક્યા

(હેમંત સુરતી દ્વારા)
બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં બે આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં આરોપી પોલીસ કર્મીઓ આગોતરા જામીન માટે હવાતિયાં મારી રહ્યા છે .અગાઉ પીઆઇ વાળા,હેકો શક્તિસિંહ ઝાલા અને પો.કો રામજીએ નવસારીની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.પરંતુ આ અરજી ઉપર સુનાવણી હાથ ધરાય તે પહેલા જ તમામ પોલીસ કર્મીઓએ પોતાની જામીનઅરજી પાછી ખેંચી લીધી હતી.આ જામીન અરજી પાછી ખેંચી લીધા બાદ પીઆઇ અજીતસિંહ વાળા એ પોતાના વકીલ મારફતે ફરી એકવાર આગોતરા જામીન માટેની અરજી મુકી છે.જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે જ્યારે તેના સાથી કર્મચારી અને આ ઘટનાના મુખ્ય જવાબદાર એવા હેકો શક્તિસિંહ ઝાલા આગામી તારીખ ૨૩મી ઓગસ્ટે સોમવારે પોતાના આગોતરા જામીન અરજી મૂકનાર હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કસ્ટડીમાં આદિવાસી યુવકોના મોત ને આજે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં નવસારી જિલ્લાની પોલીસ યુવકોના મૃત્યુ માટે જવાબદાર આરોપી પોલીસ કર્મીઓની ધરપકડ કરી શકી નથી અથવા તો જાણી જોઈને આરોપી પોલીસ કર્મીઓને ધરપકડ ન કરીને આગોતરા જામીન મળે તે માટે સમય પસાર કરી રહી હોવાની ચર્ચા આદિવાસી પટ્ટીમાં ચાલી રહી છે. 

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!